FREE Account Opening + No Clearing Fees
Loading...

Feedback Message Board



1 Comments

1. K. C. Shah   I Like It. |Report Abuse|  Link|September 15, 2023 11:11:31 PMReply
તા.15/9/23 ના રોજ nuvama ની અમદાવાદ ની off માં મારા મિત્ર ના ફાધર ના ડિમેટ એકાઉન્ટ ની latest status માટે મિત્ર ના સહી વાળો પત્ર લઈ રૂબરૂ માં ગયો હતો જોડે એક બીજા મિત્ર પણ હતા.. આ પહેલા email થી બધી વિગત મેળવેલી, અગાઉ anagram સ્ટોક માં ખાતું હતું ત્યાંથી ડિમર્જ થતા acc એડલવાઇસ માં ગયેલા જે હાલ નુવામા wealth તરીકે કામ કરે છે. Email માં બધી વિગત જણાવેલ કે હાલ તેમના ફાધર નથી એટલે કે સ્વર્ગ વાસી થયા છે અને ફાધર ના આધાર કાર્ડ, પાન કાર્ડ, ડેથ સર્ટિફિકેટ વી email થી મોકલેલ. જેના જવાબ માં નોમિની અથવા વારસાઈ કરવા માટે જણાવેલ. આનો મતલબ કે ખાતું ચાલુ કરાવી શકાય તેમ છે. જેથી રૂબરૂ માં મળવા ગયેલ. ત્યાં ગયા પછી રિસેપ્સન ઉપર મેનેજર ને મળવા ની વાત કરતા અહીંયા કોઈ મેનેજર નથી. તમો ટોલ free નંબર ઉપર ફોન કરી શકો છો.. મારી એપ્લિકેશન જે ફાધર ના પુત્રની સહી સાથે ની હતી. અંદર મોકલી કોઈ વ્યવસ્થિત જવાબ ન મળતા અંદર મળવા ગયા. કોઈ સ્ટાફે વ્યવસ્થિત જવાબ આપ્યો નહીં ઉપર થી દાદાગીરી કરવા માં આવી.. મારા જેવા સિનિયર સિટીજન જોડે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. બધો જ સ્ટાફ ઉભા થઈ મારી જોડે અભદ્ર ભાષા માં વાત કરી, ધક્કો મારવા માં આવ્યો. લાવેલ અરજી ફેંકી દીધી.. આ બધુ સીસી camera હશે તો તેની રીલ માં જોવા મળશે સિવાય કે ડિસ્ટ્રોય ન કરી હોય. છેવટે આ ખાતું બંધ છે તેવું પાછળ થી જણાવ્યું,, જો ખાતું બંધ જ હોય તો email થી મને મળેલ માહિતી ખોટી હતી જેમાં ડેથ સર્ટિફિકેટ મોકલવા અને નોમિનેશન બાબતે જણાવેલ. આમાં મને ક્યાંક ખોટું થયેલ જણાય છે.આ બધું સામેની off ના સ્ટાફ પણ જોતા હતા. મેં તેમણે પણ આવા ખરાબ વ્યવહાર વિષે વાત કરી.. મારી સિનિયર સિટીજન તરીકે નમ્ર વિનંતી છે કે આ બાબતે જે કોઈ જવાબદાર હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા કંપની ના ઉચ્ચ અધિકારી શ્રી ને આ ફરિયાદ સાથે રજૂઆત કરું છું. મારી જોડે બીજા એક કલાયન્ટ હતા તેમની જોડે પણ એક સિનિયર સિટીજન બહેન હતા તેમની જોડે પણ આવું ખરાબ વર્તન કરેલ.. સંસ્થા ને આથી વિનંતી કરું છું કે આવા બિનજવાબદાર સ્ટાફ સામે યોગ્ય દંડનાત્મક કાર્યવાહી કરી અને શું કાર્યવાહી કરી તેની અમોને જાણ કરવા વી. જરૂર પડે ક્યા સ્ટાફે આવું ખરાબ વર્તન કર્યું તેની ઓળખ પણ આપીશું. અને સિનિયર સિટીજન જોડે કરી રીતે વ્યવહાર કરવો તેની શિખ,, સજા સાથે કરવા વિનંતી.. ઉપરી અધિકારી આ બાબતે કાર્યવાહી કરશે એમ માની ને હાલ કોઈ પોલીસ કાર્યવાહી કરતા નથી.. આ અંગે લોકપાલ, sebi તથા અન્ય સંગઠન ને પણ જરૂર પડે જાણ કરીશું.. મિત્રો, આવા ખરાબ સ્ટાફ હોય અને કસ્ટમર સાથે નું વર્તન સારૂ ન લાગે ત્યાં તમારો અવાજ ઉઠાવો, આગળ જાણ કરો, શક્ય હોય તો આવી બ્રાન્ચ માં તમારા ખાતા બંધ કરાવી દો... જવાબદાર ઉચ્ચ અધિકારી શ્રી ઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે અને આ જ મીડિયા દ્વારા ગ્રાહકો ને જાણ થાય તેમ કરેલ કાર્યવાહી ની નોંધ પણ મૂકે તેવી આશા સાથે.